શ્રીલંકામાં હાલત સૌથી ખરાબ, રાષ્ટ્રપતિએ કર્યું ઈમરજન્સી લાદવાનું એલાન
શ્રીલંકા હાલમાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર
થઈ રહ્યું છે. સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો
છે. જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના
પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
— ANI (@ANI) April 1, 2022" title="" target="">javascript:nicTemp();
હવે રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં
આવ્યો છે જ્યારે દેશમાં તેમની અને તેમની સરકાર વિરુદ્ધ પ્રદર્શન ઉગ્ર બની ગયું છે.
જ્યારથી શ્રીલંકામાં આર્થિક કટોકટી ફાટી નીકળી છે ત્યારથી દેશ નાદારીની આરે પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ સામે લોકોનો રોષ
ફાટી નીકળ્યો છે. ગુરુવારે તેમના નિવાસસ્થાનની બહાર હિંસક પ્રદર્શનો પણ જોવા મળ્યા
હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો લાઠીઓ પણ વરસાવી
હતી. અને હવે રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીલંકાની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. જરૂરી ચીજવસ્તુઓના
ભાવ આસમાને પહોંચ્યા છે. તો કેટલીક વસ્તુ મળવી પણ મુશ્કેલ થઈ છે. જેના પગલે
લોકોમાં રોષ ભરાયો છે અને હવે રસ્તા પર ઉતર્યા છે ત્યારે હવે રાષ્ટ્રપતિ દ્વારા
ઈમરજન્સી લાદવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
હવે આ દેખાવો માત્ર રાષ્ટ્રપતિ નિવાસની બહાર જ જોવા નથી રહ્યા પરંતુ શ્રીલંકાના વિવિધ વિસ્તારોમાંથી આવી ઘણી તસવીરો સામે આવી રહી છે. પોલીસ સાથે અથડામણ થઈ રહી છે, ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે અને મેદાન પર વાતાવરણ તંગ છે. હવે આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે શ્રીલંકા એક સાથે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. વીજળીનું મોટું સંકટ ઊભું થયું છે, દેશ કલાકો સુધી અંધારામાં રહેવા મજબૂર છે. બસો અને કોમર્શિયલ વાહનો માટે ફિલિંગ સ્ટેશનો પર હવે ડીઝલ બચ્યું નથી. અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકામાં જાહેર પરિવહન સેવાઓને ભારે અસર થઈ છે.
આ બધા સિવાય આ આર્થિક સંકટની જબરદસ્ત અસર શ્રીલંકાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ જોવા મળી છે. દેશમાં પહેલીવાર પેપરની આટલી અછત સર્જાઈ છે કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ બધા પડકારોથી પરેશાન થઈને હવે ઘણા લોકો રસ્તા પર આવી ગયા છે. તેઓ પોતાના અધિકારો માટે વિરોધ કરી રહ્યા છે. હવે જો આ પ્રદર્શનો કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ દેખાઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ તે હિંસક પણ થઈ ગયા છે. આ કારણોસર કોલંબો નોર્થ, કોલંબો સાઉથ, કોલંબો સેન્ટ્રલ અને નુગેગોડા પોલીસ વિભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.


