Ahmedabad માં સ્માર્ટ ઈન્ડિયા હેકથોન 2025નું આયોજન થશે
- અમદાવાદમાં સ્માર્ટ ઈન્ડિયા હેકથોન 2025નું આયોજન
- 8 અને 9 ડિસેમ્બરના રોજ શિવાનંદ આશ્રમમાં યોજાશે
- દેશના 18 રાજ્યોમાંથી 55 જેટલી ટીમો લેશે ભાગ
- ઈસરો અને GTU દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકથોનનું આયોજન
- 330 જેટલા વિધાર્થી સાયન્સ વિભાગના વિચારો પર કરશે કામ
- ઈસરો દ્વારા 11 જેટલા વિચારો રજૂ કરવામાં આવશે
Ahmedabad : અમદાવાદ શૈક્ષણિક અને ટેકનોલોજીકલ પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે 8 અને 9 ડિસેમ્બરના રોજ શિવાનંદ આશ્રમ ખાતે પ્રતિષ્ઠિત 'સ્માર્ટ ઈન્ડિયા હેકથોન 2025'નું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
દેશના 18 રાજ્યોમાંથી 55 જેટલી ટીમો લેશે ભાગ
આ હેકથોનમાં દેશના 18 રાજ્યોમાંથી પસંદ કરાયેલી 55 જેટલી ટીમો ભાગ લેશે, જેમાં કુલ 330 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ વિભાગ સંબંધિત વિવિધ વિચારો અને સમસ્યાઓ પર કામ કરશે. ખાસ કરીને, ISRO દ્વારા 11 જેટલા અત્યાધુનિક વિચારો રજૂ કરવામાં આવશે, જેના પર યુવા પ્રતિભાઓ ક્રિએટિવ સોલ્યુશન્સ વિકસાવવા માટે પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરશે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજી અને સાયન્સના ક્ષેત્રમાં યુવાનોની નવીનતાને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય પડકારોના ઉકેલો શોધવાનો છે.
આ પણ વાંચો : Yoga-The Global Topic : રાજ્યમાં ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ


