Sanitizer Smuggling : નશાના કારોબારનો પર્દાફાશ
દ્વારકા જિલ્લામાં હેન્ડ સેનેટાઈઝર નામે નશાનો વેપાર ઝડપાયો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.
Advertisement
દ્વારકા જિલ્લામાં હેન્ડ સેનેટાઈઝર નામે નશાનો વેપાર ઝડપાયો છે. કફ સીરપ ના નામે વ્યાપક નશાનો કાળો કારોબાર ચાલ્યા બાદ આખરે હેન્ડ સેનેટાઈઝરના નામે વેપાર શરૂ થતા પોલીસ સતર્ક. અગાઉ સીરપ ના ગોરખ ધંધો ખુલ્લો પડતા નવો કીમિયો શોધનારા કચ્છ, પોરબંદર, ભાવનગર, મુંબઈના રહેવાસીઓ નામ ખુલ્યા છે. કુલ 7 શખ્સોના નશાના કાળા કારોબાર માં નામ ખુલ્યા જેમાં 3 આરોપીને ઝડપી લેવાયા અન્ય 4 ફરાર થઈ ગયા છે. દ્વારકા પોલીસે દ્વારકા તાલુકાના ટુપણી ગામેથી ચામુંડા પ્રોવિઝન સ્ટોર માંથી અલગ અલગ બ્રાન્ડની 74 સેનેટાઇઝર ની બોટલો કબ્જે કરી છે. સેનેટાઇઝરની બોટલો નશામાં ઉપયોગ થતા હોવાની ચોક્ક્સ બાતમી બાદ પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
Advertisement


