Somnath : રોશનીના શણગાર વચ્ચે PM મોદીની સ્વાભિમાન યાત્રાને લઈ અનેરો ઉત્સાહ
- સોમનાથ સ્વાભિમાન પર્વ' પર સોમનાથમાં રોશનીનો શણગાર
- PM મોદી સ્વાભિમાન યાત્રાને લઈને પણ તૈયારીઓનો ધમધમાટ
- સોમનાથના પ્રવેશ દ્વારથી સોમનાથ મહાદેવના મંદિર સુધી શણગાર
- રોનનીથી શણગાર થતા લોકોની પણ ભારે ભીડ જોવા મળી
- રોશનીના શણગાર વચ્ચે લોકો ફોટો લેતા નજરે પડ્યા
Somnath : સોમનાથમાં ‘સ્વાભિમાન પર્વ’ના અવસર પર સમગ્ર શહેર ઝગમગતું બની ગયું છે. પ્રવેશ દ્વારથી લઈને સોમનાથ મહાદેવના મંદિર સુધી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય અને ભવ્ય દેખાઈ રહ્યું છે.
રોનનીથી શણગાર થતા લોકોની પણ ભારે ભીડ જોવા મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 'સ્વાભિમાન યાત્રા'ને પગલે સમગ્ર સોમનાથ તીર્થક્ષેત્રમાં તૈયારીઓનો ધમધમાટ તેજ બન્યો છે, જેના ભાગરૂપે સોમનાથના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને મહાદેવના ભવ્ય મંદિર સુધીના સમગ્ર માર્ગને અદભૂત રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. આ મનમોહક શણગાર અને રોશનીના ઝગમગાટ વચ્ચે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પોતાના મોબાઈલમાં ફોટા પાડીને આ ઐતિહાસિક પળને કેદ કરતા નજરે પડી રહ્યા છે. વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ ભવ્ય સજાવટને કારણે સમગ્ર પંથકમાં અત્યારે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો : Muddani Vaat LIVE: સોમનાથ સ્વાભિમાન પર્વ: આસ્થા, ઈતિહાસ અને ટેકનોલોજીનો સંગમ


