Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Somnath Swabhiman Parv : ધોળેશ્વર મહાદેવ મંદિરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 72 કલાકના ભક્તિ પર્વનો પ્રારંભ કરાશે

Somnath Swabhiman Parv : 1000 વર્ષની અતૂટ આસ્થાના પ્રતીક સમાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત પવિત્ર ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
  • Somnath Swabhiman Parv: 1000 વર્ષની અતૂટ આસ્થાનું મહાપર્વ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'
  • ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર CM પૂજા-અર્ચના કરશે
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રહેશે હાજર
  • ધોળેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના ધૂન- કીર્તનનો પ્રારંભ કરાશે

Somnath Swabhiman Parv : 1000 વર્ષની અતૂટ આસ્થાના પ્રતીક સમાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત પવિત્ર ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ધોળેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના ધૂન- કીર્તનનો પ્રારંભ કરાશે

આ પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોળેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિધિવત પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવશે, જે પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવ અંતર્ગત શ્રદ્ધાળુઓમાં ભક્તિનો સંચાર કરવા માટે મંદિરે સતત 72 કલાક સુધી અવિરત ધૂન-કીર્તનના મહાપર્વનો પ્રારંભ કરવામાં આવશે. આ આયોજન માત્ર સોમનાથની ગૌરવશાળી વિરાસતને યાદ કરવાનો અવસર નથી, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનાને પુનઃ જાગ્રત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

Advertisement

આ પણ વાંચો :  Gujarat: સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વ ઉજવણી, જાણો સમગ્ર માહિતી

Advertisement

Tags :
Advertisement

.

×