Somnath Swabhiman Parv : વડાપ્રધાનના સ્વાગત માટે આહીરાણીઓ કરશે મહારાસ
- સોમનાથમાં (Somnath) 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી પુરજોશમાં
- વડાપ્રધાનના સ્વાગત માટે આહીરરાણીઓ કરશે રાસ
- આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારી
- સોમનાથ મંદિર પરિસરમાં આહીર સમાજની બહેનો કરશે રાસ
- નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો કરશે મહારાસ
- આહીર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતીક
- આહીર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ
Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ-2026' (Somnath Swabhiman Parv) ભક્તિ, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથ ખાતે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં આહીર સમાજની બહેનો દ્વારા મહારાસની રિહર્સલ ચાલી રહી છે, જેમાં સમાજની નાની દીકરીઓથી લઈને વયોવૃદ્ધ બહેનો સુધી સૌમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.આ મહારાસ માત્ર નૃત્ય કાર્યક્રમ નહીં પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનનું પ્રતિક બની રહેશે.આહીર સમાજ દ્વારા યોજાતો આ ઐતિહાસિક મહારાસ માત્ર સોમનાથ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય બનશે અને લોકસંસ્કૃતિને નવી ઓળખ આપશે.


