Somnath Swabhiman Parv : PM Modiએ કરી સોમનાથ દાદાની પૂજા અર્ચના
Somnath Swabhiman Parv : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. PM મોદીએ મંત્રો ઉચ્ચાર સાથે ભગવાન શિવનો જળાભિષેક છે. સોમનાથના ધામમાં PM મોદીએ વિશેષ પૂજા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ભવ્ય 'શૌર્ય યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે 108 તાલીમબદ્ધ અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોમનાથમાં શંખ સર્કલથી હમીરજી ગોહિલના સ્ટેચ્યૂ સુધીના અંદાજે 2 કિમી લાંબા રૂટ પર યોજાયેલી આ યાત્રામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય રૂટ પર વડાપ્રધાન મોદી જનમેદનીનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવથી ગુંજી ઉઠ્યું છે...જુઓ અહેવાલ.......


