Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv : સોમનાથમાં જાહેર સભામાં PM મોદીનું સંબોધન

PM Modi Gujarat Visit: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ના ભાગરૂપે ભવ્ય શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સભા સ્થળે લાખો ભક્તોની ભીડ ઉમટી પડી હતી, જેમાંથી ઘણા બાર પણ લોકો ઊભા રહીને કાર્યક્રમ જોતા હતા.
Advertisement
  • સોમનાથમાં ભવ્ય શૌર્ય સભા યોજાઈ
  • વડાપ્રધાન મોદીએ શૌર્ય યાત્રામાં ભાગ લીધો
  • PM મોદીએ 108 અશ્વો સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું,
  • જાહેર સભામાં PM મોદીનું સંબોધન

PM Modi Gujarat Visit: ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ના ભાગરૂપે ભવ્ય શૌર્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સભા સ્થળે લાખો ભક્તોની ભીડ ઉમટી પડી હતી, જેમાંથી ઘણા બાર પણ લોકો ઊભા રહીને કાર્યક્રમ જોતા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહીને લાખોની જનમેદનીને સંબોધન કર્યું. આ સભા સોમનાથ મંદિર પર 1026માં મહમૂદ ગઝનીના પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા અને સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તરીકે યોજાઈ હતી.

વડાપ્રધાન મોદીએ શૌર્ય યાત્રામાં ભાગ લીધો

આજે સવારે વડાપ્રધાન મોદીએ શૌર્ય યાત્રામાં ભાગ લીધો, જેમાં 108 અશ્વોની ભવ્ય પરેડ કાઢવામાં આવી. આ યાત્રા શંખ સર્કલથી શરૂ થઈને સદભાવના ગ્રાઉન્ડ સુધી લગભગ 2 કિમી લાંબી હતી, જે શૌર્ય, વીરતા અને ત્યાગનું પ્રતીક બની. આ પહેલાં કાલે સાંજે 1000થી વધુ ડ્રોનથી સોમનાથની ઐતિહાસિક ગાથાનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં 72 કલાક સુધી અવિરત ઓમકાર મંત્રનો નાદ ગુંજારવામાં આવ્યો.

Advertisement

આ પણ વાંચો :  PM Modi Gujarat Visit: પૂર્વજોના બલિદાનની વાત કરતા PM Modi એ શું કહ્યું?

Advertisement

Tags :
Advertisement

.

×