ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ CBI કરશે, ગોવા સરકારનો નિર્ણય

બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. 43 વર્ષીય સોનાલી ફોગાટ 22-23 ઓગસ્ટની વચ્ચેની રાત્રે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન
02:23 PM Sep 12, 2022 IST | Vipul Pandya
બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. 43 વર્ષીય સોનાલી ફોગાટ 22-23 ઓગસ્ટની વચ્ચેની રાત્રે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી. ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન
બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. 43 વર્ષીય સોનાલી ફોગાટ 22-23 ઓગસ્ટની વચ્ચેની રાત્રે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી.
 ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની વિનંતી કર્યા પછી MHAએ આ પગલું ભર્યું હતું. આ મામલાની જાણકારી ધરાવતા એક અધિકારીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ને આ મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવા માટે કહ્યું છે. સીબીઆઈ ડીઓપીટીના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે.
હરિયાણાના હિસારના બીજેપી નેતા ફોગાટનું 22-23 ઓગસ્ટની મધ્યરાત્રિએ ગોવામાં અવસાન થયું હતું અને તેમના મૃત્યુને હત્યાના કેસ તરીકે ગણવામાં આવે છે.  સાવંતે પણજીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગોવા પોલીસે આ મામલે "ખૂબ જ ઝીણવટભરી તપાસ" કરી હતી અને કેટલાક લીડ પણ મળી આવ્યા હતા.
ગોવા પોલીસે સોનાલીના PA સુધીર સાંગવાન અને મિત્ર સુખવિંદરની હત્યા માટે ધરપકડ કરી છે. હત્યાના દિવસથી જ સોનાલીનો પરિવાર હત્યાની CBI તપાસની માંગ કરી રહ્યો છે.
Tags :
GujaratFirstSonaliPhogatMurder
Next Article