South Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, સુરતમાં 20 ઇંચ વરસાદથી પાણી-પાણી, જુઓ VIDEO
South Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ભારે તાંડવને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે, ખાસ કરીને સુરતમાં 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. આ સાથે જ સુરતમાં વરસાદનો 85 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.
Advertisement
South Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ભારે તાંડવને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે, ખાસ કરીને સુરતમાં 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. આ સાથે જ સુરતમાં વરસાદનો 85 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી પૂરના કારણે અત્યાર સુધી ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સુરત શહેરમાંથી જ 2100 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે નવસારી, વલસાડ અને સુરતની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, અને હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર હજુ પણ એલર્ટ મોડ પર છે. જુઓ વીડિયો...

