BYE BYE SIR! લખીને બોસને આપી દીધું રાજીનામું, પત્ર ચારેકોર વાયરલ
ઘણી વખત વિચિત્ર એપ્લિકેશન અથવા પત્રો ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે, જે વાંચવાની સંપૂર્ણ મજા હોય છે. હવે આવો એક રાજીનામાનો લેટર વાયરલ થઈ રહ્યો છે જેમાં વાંચવા જેવું બહુ નથી પણ લોકો ખુબ એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ રાજીનામાનો પત્ર વાંચીને લોકો આનંદ અનુભવી રહ્યા છે. આ વ્યક્તિએ માત્ર ત્રણ શબ્દોમાં પોતાનું રાજીનામું બોસને સુપરત કર્યું.જ્યારે લોકો રાજીનામું આપે છે ત્યારે તેઓ à
Advertisement
ઘણી વખત વિચિત્ર એપ્લિકેશન અથવા પત્રો ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે, જે વાંચવાની સંપૂર્ણ મજા હોય છે. હવે આવો એક રાજીનામાનો લેટર વાયરલ થઈ રહ્યો છે જેમાં વાંચવા જેવું બહુ નથી પણ લોકો ખુબ એન્જોય કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ રાજીનામાનો પત્ર વાંચીને લોકો આનંદ અનુભવી રહ્યા છે. આ વ્યક્તિએ માત્ર ત્રણ શબ્દોમાં પોતાનું રાજીનામું બોસને સુપરત કર્યું.
જ્યારે લોકો રાજીનામું આપે છે ત્યારે તેઓ પોતાની શૈલીમાં લેટર તૈયાર કરે છે. જેમાં મોટા ભાગના લોકો તેમના બોસ અથવા કંપનીનો આભાર માને છે. અનુભવ પણ શેર કરે છે. ઘણી વખત રાજીનામું આપવાનું કારણ પણ આપવામાં આવે છે. પણ આ પત્રમાં ડિયર સર પછી માત્ર 'બાય-બાય સર' લખેલું છે. કાવેરી નામના યુઝરે આ પત્રની તસવીર ટ્વિટર પર શેર કરી છે.
આ લેટર વાંચ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. લોકોએ તેમના અનુભવો પણ શેર કર્યા. સુભાષ નામના યુઝરે લખ્યું, મારી ઓફિસમાં પણ આવું જ થયું. એક વ્યક્તિએ લખ્યું કે, હું રાજીનામું આપું છું. જે બાદ તે નીચે સાઈન કરીને ચાલ્યો ગયો હતો.


