Dwarka માં Janmashtami પર્વે ટ્રાફિક નિયંત્રણ માટેની ખાસ વ્યવસ્થા
Janmashtami 2025 નિમિત્તે દ્વારકામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
01:44 PM Aug 16, 2025 IST
|
Hardik Prajapati
Janmashtami 2025: દેવભૂમિ દ્વારકા (Dwarka) માં તો દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી માટે લાખો ભકતો જન્માષ્ટમી અગાઉથી જ ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીની રાત્રે થનાર જન્મોત્સવ માટે આ વર્ષે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જન્માષ્ટમી અગાઉ સાતમના રોજ 1.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે દ્વારકામાં દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જૂઓ અહેવાલ...
Next Article