ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રવિન્દ્ર જાડેજા CSKથી નારાજ હોવાની અટકળો

રવિન્દ્ર જાડેજા અને તેની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંથી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલી પોસ્ટને ડિલીટ કરી દીધી છે. જાડેજાને આઈપીએલ 2022 પહેલા ટીમની કેપ્ટનશીપ મળી હતી, પરંતુ સતત હાર બાદ તેણે આ પદ છોડી દીધું હતું. ત્યારબાદ  તે ઈજાગ્રસ્ત થયો અને લીગની બહાર થઈ ગયો હતો.હવે જાડેજાએ પોતાના સà«
12:10 PM Jul 09, 2022 IST | Vipul Pandya
રવિન્દ્ર જાડેજા અને તેની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંથી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલી પોસ્ટને ડિલીટ કરી દીધી છે. જાડેજાને આઈપીએલ 2022 પહેલા ટીમની કેપ્ટનશીપ મળી હતી, પરંતુ સતત હાર બાદ તેણે આ પદ છોડી દીધું હતું. ત્યારબાદ  તે ઈજાગ્રસ્ત થયો અને લીગની બહાર થઈ ગયો હતો.હવે જાડેજાએ પોતાના સà«
રવિન્દ્ર જાડેજા અને તેની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંથી ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલી પોસ્ટને ડિલીટ કરી દીધી છે. 
જાડેજાને આઈપીએલ 2022 પહેલા ટીમની કેપ્ટનશીપ મળી હતી, પરંતુ સતત હાર બાદ તેણે આ પદ છોડી દીધું હતું. ત્યારબાદ  તે ઈજાગ્રસ્ત થયો અને લીગની બહાર થઈ ગયો હતો.હવે જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયેલી પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
રવિન્દ્ર જાડેજાને પદ પરથી હટાવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આ અંગે નિવેદન આવ્યું છે. ફ્રેન્ચાઈઝી કહે છે કે બધું બરાબર છે. CSKઅધિકારીએ કહ્યું કે આ તેમનો અંગત નિર્ણય છે. અમારા તરફથી આવી કોઈ ઘટનાની જાણ નથી. બધું બરાબર છે. કંઈ ખોટું નથી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓલરાઉન્ડરે મહેન્દ્ર સિંહ ધોનીને આ વર્ષે તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શુભેચ્છા પાઠવી ન હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ટીમના ખરાબ પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજાએ પોતે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. પરંતુ ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ કારણોસર જાડેજા નારાજ હોવાનું કહેવાય છે.
IPL બાદ જાડેજા પ્રથમ વખત ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં જોવા મળ્યો હતો. તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. હવે જાડેજા ટી20 મેચ માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ સામેની ટી-20 સીરીઝની પ્રથમ મેચમાં ટેસ્ટ રમનારા ખેલાડીઓ મળ્યા ન હતા. રવિન્દ્ર જાડેજાની સાથે વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, જસપ્રિત બુમરાહ અને રિષભ પંત બીજી મેચથી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
Tags :
CSKGujaratFirstIPLRavindraJadeja
Next Article