શ્રીલંકા દેવાળીયું બન્યું, લોન આપનારા દેશોની હાલત ખરાબ થઇ શકે
આર્થિક સંકડામણનું ફસાયેલા શ્રી લંકાની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. મંગળવારે શ્રીલંકાએ એલાન કર્યું હતું કે તે કેટલાક સમય માટે અન્ય દેશોનું 5100 કરોડ ડોલરનું દેવું નહી ચુકવી શકે. કારણ કે શ્રીલંકાને ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ પાસેથી બેલઆઉ પેકેજ મળી શકયું નથી. શ્રીલંકાના ટ્રેજરી સેક્રેટરી મહિન્દ્દા સિરીવર્દનેએ આ એલાન કર્યું હતું. શ્રીલંકાના નિર્ણયથી ચીનની હાલત ખરાબ થઇ શકે છે. શ્રી
08:01 AM Apr 12, 2022 IST
|
Vipul Pandya
આર્થિક સંકડામણનું ફસાયેલા શ્રી લંકાની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. મંગળવારે શ્રીલંકાએ એલાન કર્યું હતું કે તે કેટલાક સમય માટે અન્ય દેશોનું 5100 કરોડ ડોલરનું દેવું નહી ચુકવી શકે. કારણ કે શ્રીલંકાને ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ પાસેથી બેલઆઉ પેકેજ મળી શકયું નથી. શ્રીલંકાના ટ્રેજરી સેક્રેટરી મહિન્દ્દા સિરીવર્દનેએ આ એલાન કર્યું હતું. શ્રીલંકાના નિર્ણયથી ચીનની હાલત ખરાબ થઇ શકે છે.
શ્રીલંકાના નાણાં મંત્રાલયે બીજા દેશોની સરકારો અને અન્ય ક્રેડીટર્સને કહ્યું કે મંગળવાર બાદ જે પણ વ્યાજ પાકી છે, તેની ચુકવણી માટે વધુ રાહ જોવી પડશે અથવા તો શ્રીલંકાઇ રુપિયામાં પેમેન્ટ સ્વીકારવું પડશે.
શ્રીલંકાની સરકારે કહ્યું કે આઇએમએફથી બેલઆઉટ પેકેજ માટે વાટાઘાટો ચાલી રહ્યા છે.સરકારે અન્ય દેશો સાથે પણ દ્વિ પક્ષીય સહકારની આશા વ્યકત કરી છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર નંદલાલ વીરસિંઘે કહ્યું કે હમણા પ્રાપ્ત કેપિટલનો ઉપયોગ જરુરી ચીજોના ઇમ્પોર્ટ માટે કરવામાં આવશે.
શ્રીલંકાનું બીજા દેશો સાથે 5100 કરોડ ડોલરનું દેવું છે. ગત વર્ષે દેશ પર કુલ દેવું 3500 કરોડ ડોલર હતું અને એક વર્ષમાં જ 1600 ડોલર દેવું વધી ગયું છે. શ્રીલંકાએ પોતાના કુલ દેવાના 47 ટકા બજારથી લીધા છે જયારે અન્ય દેશો પાસેથી લીધેલી લોનમાં ચીન પાસેથી 15 ટકા જયારે એશિયન ડેવલપમેન્ટના 13 ટકા અને વર્લ્ડ બેંકના 10 ટકા તથા ભારતના 2 ટકાનો સમાવેશ થાય છે.
Next Article