ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શનિદેવના પ્રકોપથી બચવા આજથી જ શરૂ કરો તેમની પૂજા

આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા અને ઉપાય કરવાથી વ્યક્તિને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવને પૂજા સમયે  સામાન્ય રીતે સરસવનું તેલ અને કાળા તલ ચઢાવવામાં આવે છે, જેનાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ઉપરાંત  એવું પણ કહેવામાં  આવે છે કે  શનિદેવ એવા દેવતા છે જેમના પ્રકોપથી દરેક વ્યક્તિ ધ્રૂજી જાય છે. તેથી જ તેની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આ
07:38 AM Jul 02, 2022 IST | Vipul Pandya
આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા અને ઉપાય કરવાથી વ્યક્તિને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવને પૂજા સમયે  સામાન્ય રીતે સરસવનું તેલ અને કાળા તલ ચઢાવવામાં આવે છે, જેનાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ઉપરાંત  એવું પણ કહેવામાં  આવે છે કે  શનિદેવ એવા દેવતા છે જેમના પ્રકોપથી દરેક વ્યક્તિ ધ્રૂજી જાય છે. તેથી જ તેની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આ
આપણે ત્યાં  હિન્દુ ધર્મમાં શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા અને ઉપાય કરવાથી વ્યક્તિને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવને પૂજા સમયે  સામાન્ય રીતે સરસવનું તેલ અને કાળા તલ ચઢાવવામાં આવે છે, જેનાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
ઉપરાંત  એવું પણ કહેવામાં  આવે છે કે  શનિદેવ એવા દેવતા છે જેમના પ્રકોપથી દરેક વ્યક્તિ ધ્રૂજી જાય છે. તેથી જ તેની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિદેવ પણ કેટલાક દેવી-દેવતાઓથી ડરે છે. ત્યારે શનિદેવને મનાવવા માટે તેમજ તેમને પ્રસન્ન કરવા માટેના કેટલાક સરળ ઉપાયો અમે આજે આપને જણાવવા જઇ રહ્યા છીએ.

પીપળાના વૃક્ષની પૂજા
શનિદેવના દુષ્પ્રભાવથી બચવા જળમાં ગોળ કે સાકર મિશ્રિત કરીને તે જળ શનિવારના દિવસે પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું. પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રજવલિત કરવો. તેનાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શિવ ઉપાસના
શનિ સાથે જોડાયેલ દોષો દૂર કરવા કે પછી તેમની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવની ઉપાસના એક સિદ્ધ ઉપાય છે. નિયમપૂર્વક શિવ સહસ્ત્રનામ કે શિવ પંચાક્ષર મંત્રનો પાઠ કરવાથી શનિદેવના પ્રકોપનો ભય જતો રહે છે અને દરેક બાધાઓ દૂર થઇ જાય છે. આ ઉપાયથી શનિ દ્વારા મળનાર નકારાત્મક પરિણામ દૂર થાય છે.
હનુમાનજીની ઉપાસના
શનિ સાથે જોડાયેલ દોષો દૂર કરવા ભગવાન શિવના અંશાવતાર બજરંગબલીની સાધના કરવાથી પણ મુક્તિ મળે છે. કુંડળીમાં શનિ સાથે જોડાયેલ દોષો દૂર કરવા નિત્ય સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. તેમજ હનુમાન મંદિરમાં જઇને તમારી ક્ષમતા અનુસાર મીઠાઈ પ્રસાદ રૂપે અર્પણ કરવી.
Tags :
GujaratFirstSaturdayUpayShanidevShaniwarUpay
Next Article