પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા Somnath ની મુલાકાત
- પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની (Somnath) મુલાકાત
- સોમનાથ મંદિરમાં જગદીશભાઈ વિશ્વકર્મા ચડાવશે ધ્વજા
- સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે જગદીશભાઈ વિશ્વકર્મા
- ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો રહેશે હાજર
- VIP ગેસ્ટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને પણ કરશે સંબોધિત
Gir Somnath: હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર (Somnath Temple) પર મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8થી 11 જાન્યુઆરી દરમિયાન અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે પીએમ મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યાર તેઓ પણ સોમનાથ જવાના છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની (Somnath) મુલાકાતે
મળતી માહિતી મુજબ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે છે ત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સવારે સ્થાનિક જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા માં જોડાશે , જે બાદ તેઓ VIP ગેસ્ટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને જગદીશ વિશ્વકર્મા સોમનાથમાં પ્રેસ કોન્ફરન્સ યોજશે.


