રાજ્ય સરકારનો કર્મચારીઓ માટે મોટો નિર્ણય, દિવાળીમાં સળંગ 7 દિવસની રજા!
- રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી
- 21 અને 24 ઓક્ટોબર તેમ બે દિવસ રજા જાહેર
- સપ્તાહ સુધી રજા મળે તેવી અનુકૂળતા કરી આપી
- 20મીએ દિવાળી, 21મીએ પડતર દિવસની રજા
- 24 તારીખે પણ કચેરીમાં રજા આપવાનો નિર્ણય
- કર્મચારીઓને 20થી 26 તારીખ સુધી સળંગ રજા મળશે
- નવેમ્બરમાં મહિનામાં બીજા શનિવારે કચેરીઓ ચાલુ રાખશે
- 8 નવેમ્બર, 13 ડિસેમ્બરના રોજ શનિવારે કચેરી ચાલુ રહેશે
State government's big decision for employees : રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ (employees) ની લાંબા સમયથી ચાલતી માંગણીઓ સ્વીકારીને તેમને દિવાળીના તહેવાર દરમિયાન સળંગ 7 દિવસની રજા મળે તેવી અનુકૂળતા કરી આપી છે. સરકારે 21 અને 24 ઓક્ટોબર એમ બે દિવસની વધારાની રજાઓ જાહેર કરી છે.
આ નિર્ણયના પગલે, 20મી ઓક્ટોબરે દિવાળી હોવાથી અને 21મીએ પડતર દિવસની રજા આપવાથી, કર્મચારીઓ (employees) ને 20મીથી 26મી ઓક્ટોબર સુધી સતત રજાઓનો લાભ મળશે. જોકે, આ વધારાની રજાઓના બદલામાં રાજ્ય સરકારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બીજા શનિવારે કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેથી, 8 નવેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ સરકારી કચેરીઓ કાર્યરત રહેશે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Gandhinagar : વિકાસ સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રીએ લેવડાવી પ્રતિજ્ઞા