Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવસારી જિલ્લા કોંગસ પ્રમુખ વિરૂદ્ધ સોશિયલ મીડિયાના પ્રદેશ મંત્રીએ સોશિયલ મીડિયામાં લગાવ્યા આરોપ

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિરૂદ્ધ પાર્ટીના જ એક કાર્યકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી એકવાર બહાર આવ્યો છે. જીહા, જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિવાદોનું વાવાઝોડું સતત સક્રિય બની રહ્યું છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના વિરૂદ્ધમાં કોંગà«
નવસારી જિલ્લા કોંગસ પ્રમુખ વિરૂદ્ધ સોશિયલ મીડિયાના પ્રદેશ મંત્રીએ સોશિયલ મીડિયામાં લગાવ્યા આરોપ
Advertisement
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિરૂદ્ધ પાર્ટીના જ એક કાર્યકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી એકવાર બહાર આવ્યો છે. જીહા, જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક વિવાદોનું વાવાઝોડું સતત સક્રિય બની રહ્યું છે. 
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના વિરૂદ્ધમાં કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રદેશ મંત્રી દેવાંગ પટેલે નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના ગ્રુપમાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ભાજપનો દલાલ સાચવતો હોવાનો તેમજ પક્ષ વિરોધી કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ યુથ કોંગ્રેસના ગ્રુપમાં થયેલા આક્ષેપોના સ્ક્રીનશોર્ટ અન્ય એક કાર્યકરે તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં વાયરલ કર્યો હતો. જેને લઈ વિવાદ છેડાયો હતો. 
આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ દેવાંગ પટેલ પહેલા તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરતા હતા પરંતુ પાછલા ત્રણેક મહિનાથી તેમની પાસેથી એકાઉન્ટ લઈ લીધું છે અને તેઓ પોતે જ આ એકાઉન્ટ ઓપરેટ કરતા આવ્યા છે જેથી તેમણે આ રીતે વિરોધમાં પોસ્ટ કરી હોઇ શકે અને પોતે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. આ પોસ્ટ કરનાર દેવાંગ પટેલ વિરૂદ્ધમાં આકરા પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Tags :
Advertisement

.

×