ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નતાશા પૂનાવાલાના હટકે લૂક સાથે રિહાન્નાના સ્ટેચ્યુ, જુઓ હટકે ફેશનના જલવા

ફેશનની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલા 2022 હોલિવુડની સૌથી સ્પશિયલ ફેશન ઇવેન્ટ ગણાય છે. જેમાં ઘણાં ઇન્ડિયન સેલેબ્સ પણ આ વર્ષે પોતાના જોરદાર ડ્રેસીંગ સાથે  છવાય હતાં. બિઝનેસ વુમન નતાશા પૂનાવાલાએ સબ્યાસાચીની ડિઝાઇનર સાડી પહેરી હતી. નતાશાના આ લૂકે ભારે તહેલકો મચાવ્યો છે. મેટ ગાલા 2022માં રેડ કાર્પેટથી લઈને બેબી બમ્પ સાથે રીહાન્નાના સ્ટેચ્યુ સુધી, આ વખતની ફેશન ઈવેન્ટ યાદગાર રહી છે. મેટ્રોપોલ
01:18 PM May 04, 2022 IST | Vipul Pandya
ફેશનની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલા 2022 હોલિવુડની સૌથી સ્પશિયલ ફેશન ઇવેન્ટ ગણાય છે. જેમાં ઘણાં ઇન્ડિયન સેલેબ્સ પણ આ વર્ષે પોતાના જોરદાર ડ્રેસીંગ સાથે  છવાય હતાં. બિઝનેસ વુમન નતાશા પૂનાવાલાએ સબ્યાસાચીની ડિઝાઇનર સાડી પહેરી હતી. નતાશાના આ લૂકે ભારે તહેલકો મચાવ્યો છે. મેટ ગાલા 2022માં રેડ કાર્પેટથી લઈને બેબી બમ્પ સાથે રીહાન્નાના સ્ટેચ્યુ સુધી, આ વખતની ફેશન ઈવેન્ટ યાદગાર રહી છે. મેટ્રોપોલ
ફેશનની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલા 2022 હોલિવુડની સૌથી સ્પશિયલ ફેશન ઇવેન્ટ ગણાય છે. જેમાં ઘણાં ઇન્ડિયન સેલેબ્સ પણ આ વર્ષે પોતાના જોરદાર ડ્રેસીંગ સાથે  છવાય હતાં. બિઝનેસ વુમન નતાશા પૂનાવાલાએ સબ્યાસાચીની ડિઝાઇનર સાડી પહેરી હતી. નતાશાના આ લૂકે ભારે તહેલકો મચાવ્યો છે. 
મેટ ગાલા 2022માં રેડ કાર્પેટથી લઈને બેબી બમ્પ સાથે રીહાન્નાના સ્ટેચ્યુ સુધી, આ વખતની ફેશન ઈવેન્ટ યાદગાર રહી છે. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂયોર્કમાં બે વર્ષ પછી મેટ ગાલા 2022નું આયોજન કરવામાં આવ્યું છે. 2020માં કોરોનાને કારણે ફેશન ઈવેન્ટ થઈ શકી ન હતી, તેથી 2021માં માત્ર એક નાનકડી ઈવેન્ટ કરવામાં આવી હતી. દર વર્ષે રેડ કાર્પેટ પર સેલેબ્સના લુક્સની ખૂબ ચર્ચા થાય છે, જ્યારે આ વખતે રેડ કાર્પેટ પર એક સુંદર મોમેન્ટ પણ જોવા મળી હતી. 



આ વખતની ફેશન ઇવેન્ટ યાદગાર રહી
24 લાખથી લઇને 3 કરોડ રુપિયા સુધીની ટિકિટ હોય છે. આ વર્ષે ઇવેન્ટ માટે ઘણાં નિયમો પણ હતાં. જેમાં લસણ ડુંગળીવાળું મેનુ પણ બાકાત રખાયું હતું. સાથે જ ઇવેન્ટમાં નો સ્મોકીંગ ઝોન જાહેર કરાયું હતુ. આ ફેશન ઇવેન્ટમાં  ન્યૂયોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરલ અફેર્સના કમિશનર લૌરી કેમ્બો માટે આ રેડ કાર્પેટ ખૂબ જ ખાસ હતી. 
તેના બોયફ્રેન્ડ બોબી ડીઝી ઓલિસાએ રેડ કાર્પેટ પર ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું અને રિંગ પહેરાવી હતી. આ જોઈને લૌરી પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. માત્ર આ બંને માટે જ નહીં, પરંતુ આ ક્ષણે ત્યાં હાજર દરેકને ' પ્રેમ'નો અહેસાસ કરાવ્યો. મેટ ગાલા દર વર્ષે યોજાય છે. આ એક ચેરિટી ઇવેન્ટ છે. ફેશન ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ઈવેન્ટમાં દરેક વ્યક્તિ એક થીમ પ્રમાણે પોશાક પહેરે છે. આ વર્ષની થીમ 'ઇન અમેરિકાઃ એન એન્થોલોજી ઓફ ફેશન' હતી અને ડ્રેસ કોડ હતો 'ગિલ્ડેડ ગ્લેમર એન્ડ વ્હાઇટ ટાઇ'. આ વર્ષે ઇવેન્ટનું આયોજન રેયાન રેનોલ્ડ્સ, રેજિના કિંગ, પાવર કપલ બ્લેક લાઇવલી અને લિન-મેન્યુઅલ મિરાન્ડા દ્વારા કરવામાં આવ્યું હતું. એલેન મસ્ક તેની માતા સાથે આવ્યો હતો.  સાથે જ ઘણાં સેલેબ્રિટિઝ હાજર રહ્યાં 
Tags :
faishoneventGujaratFirstmetgalametgala2022
Next Article