ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાલાસિનોર નગરપાલિકા : 7 વોર્ડમાંથી હવે માત્ર 5 વોર્ડમાં જ ચૂંટણી યોજાશે, જાણો શું છે કારણ

બાલાસિનોર નગરપાલિકામાં 7 વોર્ડમાંથી હવે માત્ર 5 વોર્ડમાં જ ચૂંટણી યોજાશે, કારણ કે વોર્ડ નંબર 3 અને 4માં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ છે. આ ચૂંટણીમાં કુલ 47 ઉમેદવારો મેદાનમાં છે.
01:05 PM Feb 13, 2025 IST | Hardik Shah
બાલાસિનોર નગરપાલિકામાં 7 વોર્ડમાંથી હવે માત્ર 5 વોર્ડમાં જ ચૂંટણી યોજાશે, કારણ કે વોર્ડ નંબર 3 અને 4માં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ છે. આ ચૂંટણીમાં કુલ 47 ઉમેદવારો મેદાનમાં છે.
Balasinor NagarPalika

Sthanik Swaraj Election 2025 (Balasinor) : બાલાસિનોર નગરપાલિકામાં 7 વોર્ડમાંથી હવે માત્ર 5 વોર્ડમાં જ ચૂંટણી યોજાશે, કારણ કે વોર્ડ નંબર 3 અને 4માં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ છે. આ ચૂંટણીમાં કુલ 47 ઉમેદવારો મેદાનમાં છે. ગત ટર્મમાં ભાજપનું શાસન હતું અને તે પહેલાં 1 વર્ષ સુધી નગરપાલિકા વહિવટદાર શાસન હેઠળ રહી હતી. મતદારોની મુખ્ય ચિંતા સ્થાનિક સમસ્યાઓ છે, જેમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાઓ, ખરાબ રસ્તાઓ, પીવાના પાણીની ઉણપ અને સ્વચ્છતાનો અભાવ સહિતની મુશ્કેલીઓ પ્રમુખ છે. લોકો સારા રસ્તા, સ્વચ્છ પાણી અને ગંદકી મુક્ત વાતાવરણની માગણી કરી રહ્યા છે. ખાસ કરીને ગંદકીના વધતા પ્રભાવને કારણે લોકો સ્વચ્છતા અંગે અસંતુષ્ટ છે. આ ચૂંટણીમાં જીતનારા પક્ષ માટે આ સમસ્યાઓનું ઉકેલ લાવવું સૌથી મોટી પડકારરૂપ જવાબદારી બની રહેશે.

Tags :
Balasinor NagarPalikaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik ShahNagarpalika ElectionSthanik Swaraj Election 2025
Next Article