Dahegam ના બહિયલમાં નવરાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો
બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ પહોંચી પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો...
08:26 AM Sep 25, 2025 IST
|
SANJAY
- બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું
- ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ પહોંચી
- પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી
દહેગામના બહિયલમાં નવરાત્રી દરિમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બે જુથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ચાલુ ગરબામાં પથ્થરમારો થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ છે. 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, ત્રણેક દુકાનોમાં આગ લગાવી છે. પોલીસે ટીયરગેસના 5 શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. પથ્થરમારાને લઈને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article