Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અનંતનાગમાં ઈદની નમાજ બાદ CRPF પર પથ્થરમારો

અનંતનાગમાં ઈદની નમાજ બાદ CRPF પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈદ-ઉલ-ફિતરની નમાજ બાદ કેટલાક અસામાજિક તત્વોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ તેમને આમ કરતા રોક્યા તો તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. દરમિયાન, આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે.આજે ઈદ-ઉલ-ફિતર છે. સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ આ તહેàª
અનંતનાગમાં ઈદની નમાજ બાદ crpf પર પથ્થરમારો
Advertisement
અનંતનાગમાં ઈદની નમાજ બાદ CRPF પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈદ-ઉલ-ફિતરની નમાજ બાદ કેટલાક અસામાજિક તત્વોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સુરક્ષા દળોએ તેમને આમ કરતા રોક્યા તો તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. દરમિયાન, આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે.
આજે ઈદ-ઉલ-ફિતર છે. સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જોકે, આ પ્રસંગે ભારતમાં કેટલીક જગ્યાએ ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. જોધપુરમાં આ ખાસ તહેવાર પૂર્વે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જે પછી હવે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સવારે ઈદની નમાજ બાદ મસ્જિદની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આ દરમિયાન લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો સુરક્ષા દળો પર પથ્થરમારો કરતા દેખાઈ રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઈદ-ઉલ-ફિતરના અવસર પર નમાજ દરમિયાન કેટલાક લોકોએ 'આઝાદ કાશ્મીર'ની માંગ કરતા નારા લગાવ્યા અને પછી સુરક્ષા દળો આવતા જ બદમાશોએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો.
જોકે, ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના અંગે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે હવે પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી છે અને વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ એક "નાની અથડામણ" હતી જે કોઈ ગેરસમજને કારણે થઈ હતી. વળી, જે વિડીયો સામે આવ્યો છે, તેમાં કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોના વાહન પર પથ્થરમારો કરતા જોઈ શકાય છે. રાજસ્થાનના જોધપુરમાં પણ આજે વહેલી સવારે હિંસા ફાટી નીકળી હતી. ત્યાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.

×