Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પાટણમાં તંત્રનું કડક વલણ : ઝીલીયા ફાર્મ હાઉસ પર બીજા દિવસે પણ બુલડોઝરની ગાજ

પાટણ (Patan) શહેરમાં ઝીલીયા ફાર્મ હાઉસ ખાતે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની (Demolition) કાર્યવાહી બીજા દિવસે પણ અવિરત ચાલુ રહી છે. વહેલી સવારથી જ તંત્રના બુલડોઝરોએ (Bulldozers) ફાર્મ હાઉસના ગેરકાયદે બાંધકામો પર હુમલો બોલાવ્યો હતો, જ્યારે અગાઉ મોડી રાત્રે જ ફાર્મનો વિશાળ શેડ તોડી પાડવામાં આવ્યો હતો.
Advertisement

પાટણ (Patan) શહેરમાં ઝીલીયા ફાર્મ હાઉસ ખાતે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની (Demolition) કાર્યવાહી બીજા દિવસે પણ અવિરત ચાલુ રહી છે. વહેલી સવારથી જ તંત્રના બુલડોઝરોએ (Bulldozers) ફાર્મ હાઉસના ગેરકાયદે બાંધકામો પર હુમલો બોલાવ્યો હતો, જ્યારે અગાઉ મોડી રાત્રે જ ફાર્મનો વિશાળ શેડ તોડી પાડવામાં આવ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) તૈનાત કરવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા (Process) ઉચ્ચ અધિકારીઓની કડક દેખરેખ હેઠળ ચાલી રહી છે. ઝીલીયા ફાર્મ પર તંત્રની આ તવાઈને પગલે પંથકમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ શેહશરમ રાખ્યા વિના આ કડક કાર્યવાહી (Action) અમલમાં મૂકવામાં આવી છે. ગેરકાયદે દબાણો દૂર કરવાની આ ઝુંબેશથી સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાનું (Law and Order) કડક પાલન કરાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×