Panchmahal : ભણતરનો માર્ગ 'હાઈવે'થી પસાર! વિદ્યાર્થીઓ ભય વચ્ચે કરે અભ્યાસ!
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા લુણાવાડા હાઈવે કે જ્યાંથી વિદ્યાર્થીઓ શાળાએ જવા અને ઘરે પરત ફરવા માટે કંઈક આ રીતે ભયના મારે રોડ પસાર કરી રહ્યાં છે.
05:01 PM Dec 10, 2025 IST
|
Vipul Sen
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા લુણાવાડા હાઈવે કે જ્યાંથી વિદ્યાર્થીઓ શાળાએ જવા અને ઘરે પરત ફરવા માટે કંઈક આ રીતે ભયના મારે રોડ પસાર કરી રહ્યાં છે. ખાનગી સંસ્થા કે પેટ્રોલપંપ પાસે જે રીતે બમ્પ મુકવામાં આવે છે, તેજ રીતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી બમ્પ મૂકવામાં આવે તેવી વાલીઓ પણ માગ હવે કરી રહ્યાં છે. એવું નથી કે બાળકોની સુરક્ષાને લઈ આ કોઈ પહેલી વખત મુદ્દો સામે આવ્યો હોય, જાગૃત નાગરિકોનું કહેવું છે કે ભૂતકાળમાં અહીં અનેક દુર્ઘટનાઓ બની છે, તેથી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અહીં પ્રાથમિકતા અપાય તો પણ સારૂં છે.... જુઓ અહેવાલ...
Next Article