Studio on Wheels: 'માટલા ઉપર માટલું' ગીતથી ફેમસ થયેલા Jigar Thakor સાથે નિખાલસ સંવાદ
- Gujarat First ના Studio On Wheels માં યુવા ગાયક જીગર ઠાકોર (Jigar Thakor) સાથે સંવાદ
- માત્ર 9 વર્ષની ઉંમરે ઘરના આંગણે સ્વ. મણિરાજ બારોટનું ગીત ગાઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયા
- સુપરહિટ ગીત 'માટલા ઉપર માટલું' ને 226 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા
- યુવા કલાકારે અન્ય યુવાનોને પણ ભણવાની સાથે પોતાનું ગમતું કામ કરવાનો અદભુત સંદેશ આપ્યો
Studio on Wheels: જીગર ઠાકોર (Jigar Thakor ) જેઓ તેમના સુપરહિટ ગીત માટલા ઉપર માટલું થી સમગ્ર ગુજરાતમાં જાણીતા બન્યા છે, તેમની સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio On Wheels) કાર્યક્રમમાં એક ખાસ મુલાકાત (Interview) લેવામાં આવી હતી. જેમાં તેમની સફળતાની સફર અને જીવનના સંઘર્ષની વાત રજૂ કરી હતી.
Gujarat First ના Studio On Wheels માં યુવા ગાયક જીગર ઠાકોર (Jigar Thakor) સાથે સંવાદ
જીગર ઠાકોર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢમડા ગામના રહેવાસી છે. તેમણે પોતાની સંગીતની સફરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર 8-9 વર્ષના હતા ત્યારે પાટણ જતી વખતે તેમણે મણિરાજ બારોટનું પ્રખ્યાત લોકગીત (Folk Song) મણિયારો આયો ઘરના આંગણે ગાયું હતું. તેમના પિતાએ તેમની પ્રતિભા (Talent) પારખી લીધી અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન (Encouragement) પૂરું પાડ્યું.


