Studio on Wheels: નવો જિલ્લો, નવી ચેલેન્જ! IPS Chintan Teraiya સાથે Vav-Tharad માં સીધો સંવાદ
Studio on Wheels: ગુજરાતના નવનિર્મિત જિલ્લા વાવ-થરાદ (Vav-Tharad) ની શાંતિ, સલામતી અને સુરક્ષાની જવાબદારી હવે અનુભવી અને દ્રઢ મનોબળ ધરાવતા IPS અધિકારી ચિંતનભાઈ તેરૈયા (IPS Chintan Teraiya) ના ખભે છે. ‘ગુજરાત ફર્સ્ટ’ના વિશેષ ઉપક્રમ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ અંતર્ગત સંવાદદાતા ઉમંગ રાવલ સાથેની નિખાલસ વાતચીતમાં SP ચિંતન તેરૈયાએ નવા જિલ્લાની પડકારો અને પોલીસની આગામી રણનીતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
Advertisement
- Studio on Wheels માં વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના પ્રથમ SP IPS ચિંતનભાઈ તેરૈયા (IPS Chintan Teraiya) સાથે વિશેષ સંવાદ
- નવા જિલ્લાની સુરક્ષા, સાયબર ક્રાઈમ અને યુવા જાગૃતિ પર ધ્યાન
- વાવ-થરાદમાં પોલીસ ભરતી તાલીમ કેમ્પની SPએ કરી જાહેરાત
- વાવ-થરાદની શાંતિ અને સલામતી માટે પોલીસની નવી રણનીતિ
Studio on Wheels: ગુજરાતના નવા રચાયેલા વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના પ્રથમ જિલ્લા પોલીસ વડા (SP) IPS ચિંતનભાઈ તેરૈયા (IPS Chintan Teraiya) સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના "સ્ટુડિયો ઓન વ્હીલ્સ" (Studio on Wheels) માં થયેલા વિશેષ સંવાદમાં જિલ્લાની શાંતિ, સલામતી અને સુરક્ષા સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંવાદદાતા ઉમંગ રાવલ સાથેની આ નિખાલસ વાતચીતમાં SP તેરૈયાએ જિલ્લાની ભૌગોલિક પડકારો, સાયબર ક્રાઈમ સામેના પગલાં અને યુવાનોને સાચી દિશા આપવાના પ્રયાસો વિશે વાત કરી.
Advertisement


