Studio on Wheels: રાજ્યપાલ Acharya Devvrat સાથે Dr. Vivek Kumar Bhatt ની 24 કલાકની સફર, જુઓ આખો દિવસ શું કર્યું?
- Studio on Wheels: Governor Shri Acharya Devvrat સાથે 24 કલાક
- Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt અને તેમની ટીમે રાજ્યપાલ સાથે 24 કલાક વિતાવ્યા
- રાજ્યપાલએ Banas Dairy ના Bio CNG પ્લાન્ટની મુલાકાત લીધી
- આદિવાસી પરિવારના ઘરે સાદું ભોજન લીધું અને મર્યાદિત સુવિધાઓ વચ્ચે સરકારી શાળામાં રાતવાસો (Night Stay) કર્યો
- વહેલી સવારે બાળકો સાથે યોગ કર્યા અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી
Studio on Wheels: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) ના સેવામય અને સાદગીપૂર્ણ જીવનના પાસાઓને ઉજાગર કરતો એક વિશેષ અહેવાલ "Studio on Wheels" અંતર્ગત રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) અને તેમની ટીમે રાજ્યપાલ સાથે 24 કલાક વિતાવીને તેમના વિઝન અને દિનચર્યાને લોકો સમક્ષ મૂકી છે.
સત્તાના શિખર પર સાદગીનો સંગમ
રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદ પર હોવા છતાં આચાર્ય દેવવ્રતનું જીવન અત્યંત સાદગીપૂર્ણ છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બનાસ ડેરીના Bio CNG અને ચીઝ પ્લાન્ટની મુલાકાત લઈ ટેકનોલોજી અને પશુપાલનના સમન્વયનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, આ પ્રવાસની સૌથી ખાસ વાત એ રહી કે તેમણે કોઈ આલીશાન રિસોર્ટ કે સર્કિટ હાઉસના બદલે એક સામાન્ય સરકારી શાળામાં રાતવાસો (Night Stay) કર્યો હતો.


