Studio on Wheels: રાજ્યપાલ Acharya Devvrat નો Banaskantha થી વિશેષ સંવાદ with Dr Vivek Kumar Bhatt
- Studio on Wheels ની ટીમ બનાસકાંઠા (Banaskantha) ના અમીરગઢ (Amirgadh) પહોંચી
- Studio on Wheels માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે એક્સક્લુઝિવ સંવાદ
- રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા
- ચર્ચા દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) એ કરી મોટી જાહેરાત
Studio on Wheels: સાદગી, સંયમ અને સેવા જેમના જીવનનો મંત્ર છે એવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) એક અત્યંત નિખાલસ અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels)ની ટીમ જ્યારે બનાસકાંઠા (Banaskantha) ના અમીરગઢ (Amirgadh) પહોંચી, ત્યારે રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા.
Studio on Wheels માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે એક્સક્લુઝિવ સંવાદ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જીવન અને વિચારધારાનું મુખ્ય તત્વ છે "સાદગી, સંયમ અને સેવા". સત્તાની ઊંચાઈએ બેઠા હોવા છતાં તેઓ ભૂમિ સાથે જોડાયેલા રહ્યા છે. તેમના શબ્દોમાં શાંતિ છે અને વિચારોમાં ક્રાંતિ. તેઓ માને છે કે 'પદ' જવાબદારી છે અને 'પથ' રાષ્ટ્રહિત સર્વોપરી છે.ગુજરાત ફર્સ્ટ ચેનલના હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે સ્ટુડિયો ઓન વ્હીલ્સ કાર્યક્રમ હેઠળ આ વિશેષ સંવાદ થયો. આ સંવાદમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, રાસાયણિક ખેતીના જોખમો, જળ સંકટ, સ્વાસ્થ્ય, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝન પર નિખાલસ ચર્ચા કરી.


