Studio On Wheels : ગુજરાત ફર્સ્ટનો જનરથ ધાનેરાના થાવરની મુલાકાતે
- Studio On Wheels: ગુજરાત ફર્સ્ટનો જનરથ ધાનેરાના થાવરની મુલાકાતે
- મેક ઈન ઈન્ડિયાના વીઝન સાથે ચાલતા કિસાન મોલની લીધી મુલાકાત
- સ્પ્રે પમ્પ, ચાપ કટર જેવા મશીનથી કામ કરવામાં સરળતા રહે છે.
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામે પહોચ્યો હતો. ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે વિવિધ પ્રકારના મશીન બનાવે છે. જેના થકી ખેડૂતોને ફાયદો થાય છે. ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલા સુનિધિ એગ્રો પ્રા. લી. દ્વારા તૈયાર કરવામાં આવેલા આધુનિક કૃષિ સાધનોનું વેચાણ કરવામાં આવે છે, જે ખેડૂત અને પશુપાલકો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
ખેડૂતોને આત્મનિર્ભર બનવાનો કરાયો છે પ્રયાસ
થાવરમાં આવેલા સુનિધિ એગ્રો પ્રા. લી. દ્વારા વર્ષ 2021થી અહીં કૃષિ મશીનોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર પશુપાલન માટે જાણીતો હોવાથી અહીં ઘાસચારો કાપવાની મુખ્ય સમસ્યા હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કંપનીએ એવા આધુનિક મશીનો તૈયાર કર્યા છે, જે માત્ર 10 થી 15 મિનિટમાં ઘાસચારો તૈયાર કરી આપે છે. તેમજ સ્થાનિક ખેડૂતો કહે છે કે, “એક કલાકનું કામ હવે દસ મિનિટમાં પૂર્ણ થઈ જાય છે.” આ મશીનોના કારણે સમયની સાથે મહેનત પણ બચે છે. ખાસ કરીને સ્પ્રે પમ્પ અને ચાપ કટરનો ઉપયોગ ખેડૂતોમાં ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે.


