Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels in Anjar: Sachidanand Ashram ના મહંત સાથે Dr. Vivek Kumar Bhatt નો વિશેષ સંવાદ

Gujarat First નો Studio On Wheels પહોંચ્યો છે Kutch ના Anjar પાસે, જ્યાં રણની વચ્ચે એક લીલુંછમ 'વૃંદાવન' સર્જાયું છે.
Advertisement

Gujarat First નો Studio On Wheels પહોંચ્યો છે Kutch ના Anjar પાસે, જ્યાં રણની વચ્ચે એક લીલુંછમ 'વૃંદાવન' સર્જાયું છે. આ છે ભારતની પ્રથમ Govardhan Nandishala.અહીં Sachidanand Ashram ના પરમ પૂજ્ય મહંત Shri Trikamdasji Maharaj સાથે Channel Head Dr. Vivek Kumar Bhatt એ વિશેષ સંવાદ કર્યો. આશ્રમમાં 700 થી 750 નંદીઓની સેવા કરવામાં આવે છે. અહીંનો એક કડક નિયમ છે- નંદીને 'આખલો' કહેવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે, તેમને સન્માનથી 'નંદી' જ કહેવાય છે.

આ ઇન્ટરવ્યુનો સૌથી ભાવુક હિસ્સો એ છે કે કેવી રીતે શહેરોમાં પ્લાસ્ટિક ખાઈને મોતના મુખમાં ધકેલાતા નંદીઓને અહીં બચાવવામાં આવે છે. મહારાજશ્રીએ જણાવ્યું કે, એરંડિયા જેવા ઉપચારો દ્વારા નંદીના પેટમાંથી 35-40 કોથળા જેટલું પ્લાસ્ટિક કાઢીને તેમને નવું જીવન આપવામાં આવ્યું છે.

Advertisement

જાણો, 25,000 વૃક્ષોથી હરિયાળા બનેલા ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ અને નિઃસ્વાર્થ નંદી સેવાની આ અદભૂત ગાથા.

Advertisement

Highlights:

India's First Nandishala: 750 નંદીઓની સેવા અને પૌષ્ટિક આહાર (મૂળા, દૂધી, કોથમીર).
Plastic Rescue: નંદીના પેટમાંથી પ્લાસ્ટિક કાઢીને જીવતદાન આપવાની પ્રક્રિયા.
Unique Rule: 'આખલો' બોલવા પર પ્રતિબંધ અને દંડ.
Transformation: કચ્છના સૂકા પ્રદેશમાં 25,000 વૃક્ષો ઉગાડી સર્જેલું વૃંદાવન.
Selfless Service: ગૌશાળામાં દૂધ મળે, પણ નંદીશાળામાં માત્ર સેવા અને પુણ્ય.

Show: Studio On Wheels
Interviewer: Dr. Vivek Kumar Bhatt (Channel Head)
Guest: Param Pujya Mahant Shri Trikamdasji Maharaj
Location: Govardhan Nandishala, Sachidanand Ashram, Anjar, Kutch

Tags :
Advertisement

.

×