Studio on Wheels: Anand માં વિકાસની નોન-સ્ટોપ રફ્તાર: સાંસદ Shri Miteshbhai Patel સાથે વિશેષ સંવાદ
Studio on Wheels: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ, શ્વેત ક્રાંતિનું કેન્દ્ર અને સહકારી ચળવળની ધરતી એટલે 'આણંદ'( Anand) . આશરે 2941 ચોરસ કિલોમીટર વિસ્તાર અને 20 લાખની વસ્તી ધરાવતા આ જિલ્લાએ વિકાસની નવી પરિભાષા કંડારી છે. આ વિકાસ યાત્રાના સારથિ છે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ (Miteshbhai Patel) (બકાભાઈ), જેમના નેતૃત્વમાં આણંદ આજે શિક્ષણ, સહકાર અને ઉદ્યોગનું વૈશ્વિક હબ બની રહ્યું છે.
Advertisement
- 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) પહોંચ્યો મિલ્ક સિટી Anand
- આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ (Miteshbhai Patel) (બકાભાઈ) સાથે વિશેષ સંવાદ
- લોકલ ગ્રાઉન્ડથી લઈને લોકસભાના ગૃહ સુધી Anand નો અવાજ બુલંદ
- આણંદની જનતા માટે 'બકાભાઈ' એટલે માત્ર એક નેતા નહીં, પણ પરિવારના સભ્ય જેવો ભરોસો
Studio on Wheels: ગુજરાતનું 'મિલ્ક સિટી' ગણાતું આણંદ '( Anand) આજે માત્ર શ્વેત ક્રાંતિ માટે જ નહીં, પરંતુ તેના તેજ ગતિએ થઈ રહેલા સર્વાંગી વિકાસ માટે પણ ચર્ચામાં છે. ગુજરાત ફર્સ્ટના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' Studio on Wheels) ની ટીમે જ્યારે આણંદની મુલાકાત લીધી, ત્યારે જનતાના પ્રતિસાદ અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી પરથી એક વાત સ્પષ્ટ થઈ કે આણંદના લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ (Miteshbhai Patel) (બકાભાઈ) એ જનસેવા અને વિકાસનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ..... જુઓ અહેવાલ.....
Advertisement


