Studio on Wheels Rajkot: મીડિયા જગતમાં સકારાત્મકતાનો પર્યાય: 'Abtak' ના ફાઉન્ડર સાથે ખાસ મુલાકાત
જ્યારે વાત Rajkot ના મીડિયા જગતની હોય, ત્યારે એક નામ જે સકારાત્મકતા અને વિશ્વાસનો પર્યાય બની ચૂક્યું છે, તે એટલે 'અબતક' (Abtak) દૈનિક. Gujarat First ના ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt એ 'અબતક' ના ફાઉન્ડર Satishbhai Mehta સાથે ખાસ સંવાદ કર્યો. આ મુલાકાત માત્ર એક ઇન્ટરવ્યુ નહોતો, પણ છેલ્લા 15 વર્ષના સંઘર્ષ અને પત્રકારત્વ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની સફર હતી.
Advertisement
Studio on Wheels Abtak: ગુજરાત ફર્સ્ટનું 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) જ્યારે રાજકોટ પહોંચ્યું, ત્યારે સૌરાષ્ટ્રના મીડિયા જગતમાં એક આગવી ઓળખ ધરાવતા ‘અબ તક’ (Abtak) મીડિયા હાઉસની મુલાકાત લેવામાં આવી હતી. ‘અબ તક’ ના ફાઉન્ડર અને મેનેજિંગ તંત્રી શ્રી સતીશભાઈ મહેતા સાથેનો સંવાદ પત્રકારત્વના બદલાતા પ્રવાહો પર પ્રકાશ પાડે છે. સતીશભાઈએ છેલ્લા 15 વર્ષના સંઘર્ષ બાદ એક એવું માધ્યમ ઊભું કર્યું છે જે રાજકોટથી લઈને સેલવાસ સુધી પહોંચે છે. તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ‘પોઝિટિવ જર્નાલિઝમ’ (Positive Journalism) અને સચોટ માહિતી પીરસવાના વિઝન સાથે શરૂઆત કરી હતી, જે આજે લોકપ્રિયતાના શિખરે છે.. અબતક સમાચાર વિશે રસપ્રદ માહિતી જાણવા જુઓ આ અહેવાલ...
Advertisement


