Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) 'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે 'Studio On Wheels' ની ટીમે જ્યાં આ કૉરિડોર બની રહ્યો છે, ત્યાંના સ્થાનિકો સાથે પણ સંપર્ક સાધ્યો હતો.અને વિકાસથી સ્થાનિકોમાં ખુશી છે કે કેમ? તેમને કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ? રોજગારી પર શું અસર થશે? જેવા પ્રશ્નોના જવાબો સ્થાનિકોએ આપ્યા હતા.
Advertisement
- યાત્રાધામ અંબાજીમાં (Ambaji) 1632 કરોડનો 'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટ
- અંબાજીમાં શ્રદ્ધાળુઓને મળશે વર્લ્ડ ક્લાસ સુવિધા
- Studio On Wheels હેઠળ અંબાજી-ગબ્બરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- સ્થાનિકો અને જિલ્લા કલેક્ટર સાથે સંવાદ
Studio On Wheels: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં (Ambaji) 'શક્તિ કૉરિડોર' પ્રોજેક્ટનું ('Shakti Corridor' project) કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ અંબાજી મંદિરથી ગબ્બર સુધીના માર્ગને વિકસાવવામાં આવી રહ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓને વધુ સુવિધા અને સુરક્ષા મળશે. ત્યારે ગુજરાત ફર્સ્ટના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio On Wheels) હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમે અંબાજી-ગબ્બરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં સ્થાનિકો અને જિલ્લા કલેક્ટર સાથેના સંવાદને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિશેષ ધ્યાનમાં છે, કારણ કે અંબાજી 51 શક્તિપીઠમાંથી એક અગત્યનું ધામ છે અને કરોડો ભક્તોની આસ્થા તેની સાથે જોડાયેલી છે.
Advertisement


