Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

STUDIO ON WHEELS : LIC અને SBI માં નોકરી કરી, પણ નસીબમાં 'લોકરક્ષક' બનવાનું લખ્યું હતું! મહેસાણાના SP હિમાંશુ સોલંકી સાથે ગુજરાત ફર્સ્ટનો વિશેષ સંવાદ

STUDIO ON WHEELS : ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથેના વિશેષ સંવાદમાં મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (Mehsana Superintendent of Police Himanshu Solanki) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
Advertisement
  • ગુજરાત ફર્સ્ટનું 'STUDIO ON WHEELS' પહોંચ્યું મહેસાણા
  • મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાથે વિશેષ સંવાદ
  • ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટના સવાલ
  • મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના જવાબ
  • સાહસ, શૌર્ય અને સંવેદનશીલતાનો સંતુલિત ચહેરો

STUDIO ON WHEELS : ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથેના વિશેષ સંવાદમાં મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (Mehsana Superintendent of Police Himanshu Solanki) એ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. એક સામાન્ય પરિવારમાંથી આવીને LIC અને SBI જેવી સંસ્થાઓમાં ફરજ બજાવ્યા બાદ IPS બનેલા હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, તેમના માટે લોકરક્ષક તરીકેની ભૂમિકા અને જનસેવા એ જ સર્વોપરી સંતોષ છે.

મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાથે વિશેષ સંવાદ

વર્તમાન સમયમાં વધતા જતા 'ડિજિટલ એરેસ્ટ'ના ટ્રેન્ડ અને સાયબર ક્રાઈમ સામે મહેસાણા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે, જેમાં નકલી કોર્ટ ઉભી કરીને મેડિકલ ઓફિસર પાસે 99 લાખની માંગણી કરનાર ટોળકીને ઝડપવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લામાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે 'SAY NO TO DRUGS' અભિયાન હેઠળ શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ 'SHE ટીમ' દ્વારા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે. 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમ હેઠળ અંદાજે બે કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરી મહેસાણા પોલીસે જનતાનો વિશ્વાસ જીત્યો છે. ટેકનોલોજીથી સજ્જ પોલીસ દળ દ્વારા ટ્રાફિક નિયમન, પ્રવાસીઓની સુરક્ષા અને ગંભીર ગુનાઓને અટકાવવા માટે જે રીતે આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે, તે પોલીસ વિભાગની સાહસિક અને સંવેદનશીલ છબીને ઉજાગર કરે છે.

Advertisement

આ પણ વાંચો :  Studio on Wheels: Kutch ની ખેતી અને Ashapura Farm ની સફર, જુઓ Dr. Vivek Kumar Bhatt સાથે Exclusive

Advertisement

Tags :
Advertisement

.

×