Studio on Wheels: સવારે ચા અને સાંજે Akila; Rajkot ની શાન 'અકિલા'ની ઓફિસે પહોંચ્યું Gujarat First
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt એ રાજકોટની શાન અને પત્રકારત્વના ક્ષેત્રમાં દાયકાઓથી પોતાનો દબદબો જાળવી રાખનાર પ્રતિષ્ઠિત અખબાર 'અકિલા' (Akila) ની ઓફિસની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે 'અકિલા'ના ફાઉન્ડર શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પત્રકારત્વના મૂલ્યો અને અખબારની સફર વિશે હૃદયસ્પર્શી સંવાદ કર્યો હતો.
Advertisement
Studio on Wheels Akila: લોકશાહીના ચોથા સ્તંભ (Fourth Estate) તરીકે પત્રકારત્વ જ્યારે પ્રજાનો અવાજ બને છે, ત્યારે તે એક અતૂટ પરંપરાનું રૂપ ધારણ કરે છે. રંગીલા રાજકોટના આંગણે ગુજરાત ફર્સ્ટનું 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) એક એવા અખબારની મુલાકાતે પહોંચ્યું છે, જે દાયકાઓથી સૌરાષ્ટ્રની શાન રહ્યું છે. 15 ઓગસ્ટ 1978 થી શરૂ થયેલું 'અકિલા' (Akila) આજે માત્ર સમાચાર આપવાનું માધ્યમ નથી, પરંતુ લાખો ગુજરાતીઓના જીવનની એક અભિન્ન આદત (Habit) બની ગયું છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે અકિલાની ઓફિસની મુલાકાત લઈને તેના સ્થાપક કિરીટભાઈ ગણાતરા સાથે પત્રકારત્વના આદર્શો અને અખબારની ભવ્ય સફર વિશે હૃદયસ્પર્શી સંવાદ (Heartfelt Conversation) સાધ્યો છે... વધુ માહિતી જાણવા માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ...
Advertisement


