Studio on Wheels : શિક્ષકની નોકરી ત્યજી પાલનપુરના જાગૃતિબેને શરૂ કર્યું સેવા કાર્ય!
- સ્ટુડિઓ ઓન વ્હિલ્સ પહોંચ્યુ બનાસકાંઠાના પાલનપુર
- પાલનપુરના જાગૃતિબેનની અનોખી સેવા
- વાત્સલ્ય ટ્રસ્ટમાં વિવિધ ચીજવસ્તુઓનું પ્રોડક્શન
- મહિલાઓના ઉત્થાન માટે જાગૃતિબેનની પહેલ
- 2 મહિલાઓથી શરૂ થયેલી સેવામાં 900 મહિલાઓનું યોગદાન
- 'મહિલાને પગભર થવામાં મદદરૂપ થવુ સૌભાગ્યની વાત'
Jagrutiben Studio on Wheels interview : બનાસકાંઠાના પાલનપુરમાં જાગૃતિબેન દ્વારા શરૂ કરવામાં આવેલી 'વાત્સલ્ય ટ્રસ્ટ'ની પહેલ આજે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. તાજેતરમાં ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ સાથેના ખાસ ઈન્ટરવ્યુમાં તેમની આ અનોખી સફરની વિગતો સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે એક શિક્ષકની સુરક્ષિત નોકરી છોડીને તેમણે સમાજ સેવા અને મહિલા ઉત્થાનનો માર્ગ પસંદ કર્યો.
2 મહિલાઓથી શરૂ થયેલી સેવામાં 900 મહિલાઓનું યોગદાન
માત્ર 2 મહિલાઓ સાથે શરૂ થયેલા આ સેવાકાર્યમાં આજે 900 જેટલી મહિલાઓ જોડાઈને વિવિધ ચીજવસ્તુઓના પ્રોડક્શન દ્વારા સન્માનજનક રોજગારી મેળવી રહી છે. જાગૃતિબેનનું માનવું છે કે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવામાં નિમિત્ત બનવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે. પાલનપુરના આંગણેથી શરૂ થયેલી આ પ્રવૃત્તિએ આજે અનેક પરિવારોના ચૂલા સળગતા રાખ્યા છે, જે સાબિત કરે છે કે જો મક્કમ નિર્ધાર અને સેવાભાવ હોય તો એક વ્યક્તિ પરિવર્તનનું મોટું માધ્યમ બની શકે છે.
આ પણ વાંચો : Studio on Wheels: ગ્રાહકમાંથી બન્યા ઉત્પાદક! મસાલી ગામના લોકો સૂર્યના કિરણોમાંથી કેવી રીતે કમાણી કરી રહ્યા છે?


