Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પાલનપુરમાં ડમ્પિંગસાઈટ મુદ્દે સ્થાનિકો ત્રાહિમામ, આરોગ્યને ખતરો

Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે.
Advertisement

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પાલનપુરમાં પહોંચ્યો છે. જ્યાં ડમ્પિંગ સાઈટથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડમ્પિંગ સાઈટને દૂર કરવાના આદેશો અપાયા હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અંબાજી જવા માટેના રસ્તા પાસે જ ડમ્પિંગ સાઈટે કબજો કરી લીધો છે. જેને કારણે સ્થાનિકોની સાથે સાથે વાહનચાલકો પણ પરેશાન છે. મૃત પશુઓ, સૂકો-ભીનો કચરો ઠલવાતો હોવાથી સ્થાનિકોમાં બિમારીનો ભય પણ પ્રસરી રહ્યો છે. ડમ્પિંગ સાઈટનો મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે છતાં તંત્ર દ્વારા ઠોસ પગલા લેવાતા ના હોવાના આરોપો લાગી રહ્યા છે......જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×