Studio On Wheels: Kadi ના Indrad મા કેમિકલ માફિયાના પાપે ગામ લોકોનું જીવન નર્ક
Studio On Wheels: મહેસાણા (Mahesana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના ઇન્દ્રાડ અને રાજપુર ગામ (Indrad and Rajpur villages) માં છેલ્લા એક દાયકાથી કેમિકલ માફિયાઓ (chemical mafia) દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ હવે ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દાને વાચા આપવા માટે 'ગુજરાત ફર્સ્ટ'ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને સ્થાનિકોની વેદનાને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
Studio On Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમે તાજેતરમાં મહેસાણા (Mahesana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના ઈન્દ્રાડ ગામ (Indrad villages) ની મુલાકાત લીધી હતી, જ્યાં સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ના માધ્યમથી ગામના લોકોના અવાજને વાચા આપવામાં આવી. આ વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગોના વેસ્ટેજને કારણે ભૂગર્ભ જળનું ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક વાસીઓને આરોગ્ય અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે આ સમસ્યાને ઉજાગર કરીને જનતાના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
Advertisement


