Studio on Wheels: 23 વર્ષથી Rajkot નો અતૂટ વિશ્વાસ: City News Cable ની ઓફિસે પહોંચ્યું Gujarat First
Studio on Wheels: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં જ્યારે પત્રકારત્વના મૂલ્યોની વાત આવે ત્યારે 'સીટી ન્યૂઝ કેબલ' (City News Cable) એક અદભૂત ઉદાહરણ પૂરું પાડે છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વિલ્સ' (Studio on Wheels) ની ટીમે તાજેતરમાં આ પ્રતિષ્ઠિત ન્યૂઝ નેટવર્કની મુલાકાત લીધી હતી. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ અને સીટી ન્યૂઝના ચેરમેન નીતિનભાઈ નથવાણી વચ્ચે થયેલો સંવાદ પત્રકારત્વના આંતરિક પાસાઓને ઉજાગર કરે છે. વર્ષ 2001 માં શરૂ થયેલી આ સફર આજે 23 વર્ષ બાદ પણ અવિરત ચાલુ છે. નિતિનભાઈ, જેઓ પોતે પૂર્વ કોર્પોરેટર (Former Councilor) રહી ચૂક્યા છે, તેમણે રાજકારણ અને પત્રકારત્વ વચ્ચે એક સ્પષ્ટ સીમારેખા જાળવી રાખી છે, જે તેમની વિશ્વસનીયતાનો મુખ્ય પાયો છે.. લાખો રાજકોટવાસીઓનો વિશ્વાસ જીતનાર સીટી ન્યૂઝ કેબલ અંગે વધુ માહિતી જાણવા માટે જુઓ આ અહેવાલ...


