Studio on Wheels Vav Tharad : રણની રેત પર લખાયેલી શૌર્યની ગાથા
Studio on Wheels Vav Tharad : ગુજરાતની સરહદી ભૂમિ સૂઈગામના વતની અને 'Pride of Gujarat' તરીકે ઓળખાતા રણછોડદાસ પગીની શૂરવીરતા આજે પણ દેશપ્રેમીઓના હૃદયમાં જીવંત છે.
Advertisement
- Studio on Wheels Vav Tharad
- 'Pride of Gujarat' Veer Ranchordas Pagi ના પરિવાર સાથે ખાસ મુલાકાત
- સરહદી સૂઈગામના શૂરવીરની યશગાથા
- રણની રેત પર લખાયેલી શૌર્યની ગાથા
- પગથી પારખી લેતા જે દુશ્મનની ચાલ !
- વર્ષ 1965 અને 1971ના યુદ્ધની એ વાત
- નકશા બન્યા જ્યારે બેકાર, કોઠા સુજે કરી કમાલ !
- વીર રણછોડ પગી બન્યા એ વખતે દેશની ઢાલ !
- વીર રણછોડભાઈના પરિવાર સાથે સીધો સંવાદ !
Studio on Wheels Vav Tharad : ગુજરાતની સરહદી ભૂમિ સૂઈગામના વતની અને 'Pride of Gujarat' તરીકે ઓળખાતા રણછોડદાસ પગીની શૂરવીરતા આજે પણ દેશપ્રેમીઓના હૃદયમાં જીવંત છે.
વર્ષ 1965 અને 1971ના યુદ્ધની એ વાત...
વર્ષ 1965 અને 1971ના યુદ્ધ દરમિયાન જ્યારે રણની ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે આધુનિક નકશાઓ પણ નિષ્ફળ સાબિત થયા હતા, ત્યારે પોતાની અદભૂત કોઠાસૂઝ અને 'પગી' કળાથી રણછોડદાસે ભારતીય સેના માટે દેશની ઢાલ બનીને કમાલ કરી બતાવી હતી. માત્ર પગલાં જોઈને દુશ્મનોની સંખ્યા અને તેમની ચાલ પારખી લેવાની તેમની અદ્વિતીય શક્તિએ યુદ્ધના મેદાનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' દ્વારા તેમના પરિવાર સાથેની ખાસ મુલાકાતમાં રણની રેતી પર લખાયેલી આ શૌર્યગાથાના સંસ્મરણો તાજા થયા છે, જે નવી પેઢીને રાષ્ટ્રભક્તિ અને સાહસની પ્રેરણા પૂરી પાડે છે.
Advertisement
Advertisement


