Studio on Wheels: Vav-Tharad ના પ્રશ્નો અને આરોગ્યની સ્થિતિ પર Dr. Karshanbhai Patel સાથે ચર્ચા
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (STUDIO ON WHEELS) ની ટીમ અંતરિયાળ ગણાતા વાવ-થરાદ (Vav-Tharad) વિસ્તારમાં પહોંચી હતી. અહીં સામાજિક અગ્રણી અને ક્રિષ્ના હોસ્પિટલના સંચાલક ડૉ. કરશનભાઈ પટેલે (Dr. Karshanbhai Patel) વિસ્તારની બદલાતી ગ્રાઉન્ડ રિયાલિટી અને વિકાસના કામો વિશે નિખાલસ ચર્ચા કરી હતી.
Advertisement
- ગુજરાત ફર્સ્ટના 'STUDIO ON WHEELS'ની ટીમ વાવ-થરાદ પહોંચી
- વાવ-થરાદ (Vav-Tharad) માં આરોગ્ય અને વિકાસની નવી ક્રાંતિ
- ડૉ. કરશનભાઈ પટેલ સાથે STUDIO ON WHEELS નો વિશેષ સંવાદ
- ક્રિષ્ના હોસ્પિટલના સંચાલક ડૉ. કરશનભાઈ પટેલ (Dr. Karshanbhai Patel) સાથે આરોગ્ય, વિકાસ અને રોજગારી અંગે ખુલ્લા મને વાતચીત
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના 'STUDIO ON WHEELS'ની ટીમ વાવ-થરાદ (Vav-Tharad) પહોંચી હતી, જ્યાં સામાજિક અગ્રણી તેમજ ક્રિષ્ના હોસ્પિટલના સંચાલક ડૉ. કરશનભાઈ પટેલ (Dr. Karshanbhai Patel) સાથે આરોગ્ય, વિકાસ અને રોજગારી અંગે ખુલ્લા મને વાતચીત કરવામાં આવી. ડૉ. કરશનભાઈ પટેલે (Dr. Karshanbhai Patel) આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાઓને રજૂ કરીને કહ્યું કે, બનાસકાંઠા જિલ્લો વહીવટી દૃષ્ટિએ ખૂબ મોટો હતો અને વાવ-થરાદ જેવા અંતરિયાળ તેમજ સરહદી વિસ્તારોના લોકોને પાલનપુર સુધી ધક્કા ખાવા પડતા હતા.
Advertisement


