Studio on Wheels વડોદરાના રાજકારણના શું છે સમાચાર?, ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે ચર્ચા
Studio on Wheels Vadodara: વડોદરાના (Vadodara) સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) વર્ષ 2027 ની ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને રાજકીય આલમમાં ચર્ચા જગાવી છે. આધ્યાત્મિકતા અને સમાજસેવાને (Social Service) વરેલા કેતનભાઈ દર વર્ષે નિઃશુલ્ક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરે છે. પદ કરતાં પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવું તેમના માટે સર્વોપરી છે.
Advertisement
Studio on Wheels Vadodara: વડોદરા જિલ્લાના સાવલી (Savli) બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર (Ketan Inamdar) હાલમાં પોતાના સેવાકીય કાર્યો અને રાજકીય નિર્ણયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) કાર્યક્રમમાં વિશેષ સંવાદ દરમિયાન તેમણે પદ કરતાં લોકસેવાને વિશેષ મહત્વ આપ્યું હતું. કેતન ઇનામદારે સ્પષ્ટ કર્યું છે કે પદ કાયમી નથી હોતું, પરંતુ વ્યક્તિએ કરેલા કાર્યો કાયમી યાદ રહેતા હોય છે. આ કોઈ રાજકીય ચર્ચા નથી, પણ એક એવા વ્યક્તિનો સંવાદ છે જેમના દરેક કર્મ પાછળ કરુણાનો ભાવ રહેલો છે. પિતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે વર્ષ 2011 થી સતત સમૂહ લગ્નનું આયોજન કરી હજારો દીકરીઓના ઘર વસાવનાર Ketanbhai Inamdar એ પોતાના જીવન અને સેવાના અભિગમ વિશે ખુલ્લેઆમ વાતો કરી છે. વધુ માહિતી માટે જુઓ આ અહેવાલ....
Advertisement
Advertisement


