MLA Aniketbhai Thakar Studio on Wheels interview: કેવી રીતે પાંચ 'પ' ના કેંદ્રમાં પાલનપુર?
Studio on Wheels: ગુજરાત ફર્સ્ટની (Gujarat First) વિશેષ પહેલ'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) અત્યારે ગુજરાતના ખૂણેખૂણે ભ્રમણ કરી રહી છે. આ કડીમાં બનાસકાંઠાના (Banaskantha) મુખ્ય મથક પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર (MLA Aniketbhai Thakar) સાથે એક ખાસ સંવાદ યોજાયો હતો. સાહિત્ય, કલા અને વિકાસના ત્રિવેણી સંગમ સમાન આ ચર્ચામાં પાલનપુરના વર્તમાન પ્રશ્નો અને ભાવિ આયોજનો વિશે વિસ્તૃત વાત કરવામાં આવી હતી.
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે સંવાદ
સંવાદની શરૂઆતમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરએ પાલનપુરની ઓળખ આપતા જણાવ્યું કે, "પાલનપુર એ માત્ર શહેર નથી, પણ સાહિત્યકારો અને કલાકારોની ભૂમિ છે. અહીં સાહિત્ય અને રંગભૂમિના સંસ્કારો વારસાગત છે." પોતે પણ એક રંગભૂમિના કલાકાર અને સાહિત્ય પ્રેમી હોવાથી, તેમણે વિદ્યાર્થી નેતાથી ધારાસભ્ય સુધીની પોતાની સફરને યાદ કરી હતી. તેમણે ઉમેર્યું કે, નવી પેઢી પણ હવે પ્રભાતિયા અને પરંપરાગત સંસ્કૃતિમાં રસ લઈ રહી છે, જે ખૂબ જ આનંદની વાત છે.


