નૂપુર શર્મા ટીવી પર આવી દેશની માફી માંગે : સુપ્રીમ કોર્ટ
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. શર્માએ તેમની સામે ચાલી રહેલા કેસોને અલગ-અલગ રાજ્યોમાંથી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. હાલ આ અરજીની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તાને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે નૂપુર શર્માએ ટીવી પર આવી દેશની માફી માગવી જોઇએ. કોર્ટે કહ્યું કે, નિવેદનોથી àª
06:02 AM Jul 01, 2022 IST
|
Vipul Pandya
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. શર્માએ તેમની સામે ચાલી રહેલા કેસોને અલગ-અલગ રાજ્યોમાંથી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. હાલ આ અરજીની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તાને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે નૂપુર શર્માએ ટીવી પર આવી દેશની માફી માગવી જોઇએ.
કોર્ટે કહ્યું કે, નિવેદનોથી અશાંતિ ફેલાઈ છે. શર્માએ ટીવી ડિબેટ દરમિયાન કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ નૂપુર શર્મા વિવાદમાં આવ્યા છે. ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા.
શર્મા સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું છે કે તેમણે દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે તેમના કારણે સમગ્ર દેશમાં અશાંતિ છે. શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેમણે તેમના નિવેદનો માટે માફી માંગી છે અને તેમને પરત પણ લઈ લીધા છે. તેના પર કોર્ટે કહ્યું કે તે ટીવી પર જઈને આખા દેશની માફી માંગે. કોર્ટે એમ પણ કહ્યું છે કે ઉશ્કેરણી કરનારાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે.
સમાચાર મુજબ નૂપુર શર્મા ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગે છે. તેમણે આ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તાએ માહિતી આપી હતી કે તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે 28 જૂને રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલી નામના દરજીની બે યુવકોએ ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં તેણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને બાદમાં બીજો વીડિયો પણ જાહેર કર્યો હતો અને હત્યાની જવાબદારી પણ લીધી હતી. જો કે બંને હત્યારાઓને પોલીસે રાજસમંદમાંથી પકડી પાડ્યા હતા.
Next Article