ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજીવ ગાંધી હત્યાકેસના આરોપી પેરારીવલનને છોડી દેવા સુપ્રીમ કોર્ટનો આદેશ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં દોષી અને આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારીવલનને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે છૂટકારા માટે અનુચ્છેદ 142 મુજબ વિશેષાધીકાર મુજબ આ નિર્ણય કર્યો છે. આ મામલામાં દયાની અરજી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે પડતર રહેતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે પેરારીવલન હાલ જામીન પર છુટેલો છે. તેણે છૂટà
05:54 AM May 18, 2022 IST | Vipul Pandya
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં દોષી અને આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારીવલનને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે છૂટકારા માટે અનુચ્છેદ 142 મુજબ વિશેષાધીકાર મુજબ આ નિર્ણય કર્યો છે. આ મામલામાં દયાની અરજી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે પડતર રહેતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે પેરારીવલન હાલ જામીન પર છુટેલો છે. તેણે છૂટà
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં દોષી અને આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારીવલનને છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે છૂટકારા માટે અનુચ્છેદ 142 મુજબ વિશેષાધીકાર મુજબ આ નિર્ણય કર્યો છે. આ મામલામાં દયાની અરજી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે પડતર રહેતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો છે. 
ઉલ્લેખનિય છે કે પેરારીવલન હાલ જામીન પર છુટેલો છે. તેણે છૂટકારા માટે અરજી કરી હતી કે તે 31 વર્ષથી જેલમાં બંધ છે. તેનો છૂટકારો કરવામાં આવે.2008માં તામિલનાડુ કેબિનેટે તેનો છૂટકારો કરવાનો નિર્ણય કર્યો હતો. પણ રાજ્યપાલે આ મામલાને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યો હતો અને ત્યારથી તે મામલો પડતર રહ્યો હતો. 
અદાલતના આ આદેશ પછી નલીની શ્રીહરન, મરુગન તથા એક શ્રીલંકન નાગરીક સહિત મામલામાં અન્ય 6 દોષીયોના છૂટકારાની પણ આશા જાગી છે. રાજીવગાંધી હત્યાકાંડમાં 7 લોકોને દોષીત જાહેર કરાયા હતા. કોર્ટે તમામ દોષીતોને ફાંસીની સજા ફરમાવી હતી. પણ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદની સજામાં બદલી નાંખ્યો હતો. 
Tags :
GujaratFirstmurdercaseRajivGandhisuprimcourtTamilNadu
Next Article