Surat Bus Rescue 2026: સુરતમાં ગરનાળામાં ફસાયેલી ST બસમાંથી 28, મુસાફરોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ
સુરત હાલ મુશળધાર વરસાદથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. શહેર અને જિલ્લાના અનેક ભાગોમાં વરસાદી પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
Advertisement
સુરત હાલ મુશળધાર વરસાદથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. શહેર અને જિલ્લાના અનેક ભાગોમાં વરસાદી પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરત તંત્રના વિવિધ વિભાગ પણ નાગરિકોની સુરક્ષા માટે રાત-દિવસ સેવા આપી રહ્યા છે. દરમિયાન, સુરતમાં ST બસમાં સવાર 28 મુસાફરોનું રેસ્ક્યૂ કરાયું છે. અતિભારે વરસાદના કારણે બસ ગરનાળામાં ફસાઈ હતી. આ અંગે જાણ થતા સુરત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. તમામ મુસાફરોને સુરક્ષિત અને સલામત રીતે બહાર કઢવામાં આવ્યા છે. તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા છે. ટ્રેક્ટરમાં તમામને લઈ બસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા છે...........જુઓ અહેવાલ......

