Surat : સુરત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જેલના સળિયા પાછળ!
Surat : સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જાણીતા અગ્રણી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા સમગ્ર શહેરમાં અને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
Advertisement
- સુરતમાં જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની ધકપકડ
- કનૈયાલાલભાઈ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી
- બોગસ દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડવાના કેસમાં ધરપકડ
- કનૈયાલાલ કોન્ટ્રાક્ટરના ભાઈની પત્ની અને પુત્રીએ ફરિયાદ કરી હતી
- ઈકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
- વૃદ્ધ પરજીત જમીન પર ખોટી સહી કરી જમીન પચાવી હોવાનો આરોપ
Surat : સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જાણીતા અગ્રણી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા સમગ્ર શહેરમાં અને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ઈકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
સગા ભાઈની પત્ની અને ભત્રીજીએ નોંધાવેલી ફરિયાદના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કનૈયાલાલ કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ છે કે તેમણે બોગસ દસ્તાવેજો ઉભા કરી અને જમીનના કાગળો પર ખોટી સહીઓ કરીને કિંમતી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. ઘરના જ સભ્યો સાથે છેતરપિંડી અને જમીન કૌભાંડના આ કેસમાં ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચે કડક વલણ અપનાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
આ પણ વાંચો : Surat: પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની લાલચે કરી છેતરપિંડી
Advertisement


