Surat Crime: સુરતમાં ઠગોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઇ
Surat: સુરતમાં ઠગાઈની એક ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ત્રણ ઠગો સસ્તું સોનું આપવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા. આ ટોળકી અસલી રૂપિયાના બદલે કાગળની થપ્પીઓ પધરાવી દેતી હતી અને લોકો પાસે રહેલી ઓરિજનલ નોટોના બે થી ત્રણ ગણા કરી આપવાની લાલચ પણ આપતી હતી.
Advertisement
- Surat માં ઠગોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઇ
- સસ્તું સોનુ આપવાના નામે 3 ઠગોએ ભેજું દોડાવ્યું
- રૂપિયાને બદલે કાગળની થપ્પીઓ અપાતા હતા
- 3 આરોપીઓ પાસેથી 1 કરોડની નોટ જપ્ત કરાઇ
- સોનુ સસ્તામાં આપવાની લાલચ આપતા હતા
Surat: સુરતમાં ઠગાઈની એક ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ત્રણ ઠગો સસ્તું સોનું આપવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા. આ ટોળકી અસલી રૂપિયાના બદલે કાગળની થપ્પીઓ પધરાવી દેતી હતી અને લોકો પાસે રહેલી ઓરિજનલ નોટોના બે થી ત્રણ ગણા કરી આપવાની લાલચ પણ આપતી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી $1$ કરોડની કિંમતની નકલી નોટો (કાગળની થપ્પીઓ) જપ્ત કરવામાં આવી છે. વધુમાં, આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેંગેનેટનું સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ તેઓ છેતરપિંડીની પ્રક્રિયામાં કરતા હોવાનું મનાય છે. આ ટોળકીએ અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં7 લાખની તેમજ અન્ય સ્થળોએ પણ ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


