Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Crime Story: હું વીમા કંપનીમાંથી બોલુ છુ? શું આવો ફોન તમને પણ આવ્યો છે?

સુરતમાં ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના નામો પોલીસ લેવડાવી અલગ અલગ ચાર્જ પેટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફરી કરી છેંતરપીંડી આચરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
Advertisement

વર્તમાન સમય ડિજિટલ યુગ કહેવાય છે અને આ ડિજિટલ યુગમાં છેતરપિંડી (Fraud)ના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. લોકો સાથે ફ્રોડ આચારના ટોળકી કોઈના કોઈ બહાને લોકોનો સંપર્ક કરી લોકો પાસેથી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવતી હોય છે. ત્યારે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું કહી સુરત(Surat) ના એક વ્યક્તિને અલગ અલગ 10 પોલીસી લેવડાવી ત્યારબાદ પોલીસીની પાકતી રકમ પરત મેળવવાનો ચાર્જ પેટે 98 લાખ રૂપિયા પડાવી સુરતના વ્યક્તિ સાથે છેતરપિંડી (Fraud) કરનાર બે ઈસમોને સુરત સાયબર સેલ (Surat Cyber Cell) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

સાયબર ફ્રોડ આચરનાર ટોળકીએ ફોન કરી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

Advertisement

સુરતમાં રહેતા વ્યક્તિને સાયબર ફ્રોડ (Cyber Fraud) આચરનાર ટોળકીએ ફોન કરીને જણાવ્યું હતું કે, પોતે વીમા કંપની (Insurance Company Official) માંથી બોલી રહ્યા છે અને ત્યારબાદ અલગ અલગ પોલીસીના બહાને સુરત (Surat) ના વ્યક્તિને વધુ પૈસા કમાવવાની લાલચ આપી તેમને પરિવારના અલગ અલગ સભ્યોના નામે 10 પોલીસી લેવડાવી હતી અને પાકતી રકમ થોડા રૂપિયા ભરતા જ તમને પરત મળી જશે તેવું કહીને પોલીસી લેનાર વ્યક્તિ પાસેથી 98,85,000 રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં સાયબર ગઠિયાઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે ત્યારબાદ આ ગઠિયાઓએ એક પણ રૂપિયો આ વ્યક્તિને ન આપતા તેમને 22 એપ્રિલ 2025ના રોજ સુરત સાયબર સેલ (Surat Cyber ​​Crime Cell) માં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Tags :
Advertisement

.

×