Surat Cyber Crime : સુરત સાયબર ક્રાઇમ સેલનું આસામમાં સ્પે. ઓપરેશન
ગુવાહાટીમાંથી સાયબર ફ્રોડના આરોપીઓની સુરત સાઇબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
Advertisement
સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અન્ય રાજ્ય આસામમાં સ્પે. ઓપરેશન કરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાંથી સાયબર ફ્રોડના આરોપીઓની સુરત સાઇબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇજાજુલ હક જલાલુદ્દીન અને મુઝફર અલી હકની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ અનુસાર, પાક.થી ઓપરેટ ફ્રોડના ગુનામાં આરોપીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. સાથે જ આરોપીઓ KBC માં લોટરી લાગી છે કહીને છેતરપિંડી કરતા હતા અને રજિસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ફીના નામે રૂ. 13.51 લાખ પડાવ્યા હતા. વિવિધ બેંકોનાં બનાવટી લેટરપેડ અને ચેક પણ બનાવ્યા હતા. બનાવટી લેટરપેડ થકી ભરોસો કેળવ્યા બાદ રકમ પડાવી હોવાનો ખુલાસો થયો છે............જુઓ અહેવાલ..............
Advertisement


